સ્નેહી સભાસદ ભાઈઓ તથા બહેનો,
આપ સૌના સાથ, સહકાર, પ્રેરણા અને અડગ વિશ્વાસથી આપણી મંડળી પોતાની યશસ્વી કારકિર્દી સાથે ૨૮ વર્ષ પુરા કરી ૨૯માં વર્ષમાં પ્રવેશ કરી ચુકી છે.
બેંકિંગ વ્યવસાય એ લોક વિશ્વાસના પાતળા તંતુ ઉપર ચાલે છે. મને જણાવતાં આનંદ થાય છે કે, આમ જનતામાં ધી દહેગામ નાગરિક સહકારી શરાફી મંડળી માટે જબરદસ્ત વિશ્વાસનું વાતાવરણ અને માહોલ ઉભુ થયું છે તે જ અમારી મોટી મૂડી છે.
મંડળીનું ઓડિટ સને ૨૦૨૪-૨૫ નું શ્રી એ. એમ. પ્રજાપતિ ઓડિટર સાહેબ દ્વારા કરવામાં આવેલ છે અને મંડળીનો ઓડિટ વર્ગ "અ" મળેલ છે.
મંડળીના રોજબરોજના વ્યવહારમાં સંકળાયેલા એવા સુજ્ઞ સભાસદો, માનવંતા ગ્રાહકો, થાપણદારો અને નાગરિકો સહુનો આ તબક્કે આભાર માની વિરમું છું.
જય ભારત...!