ધી દહેગામ નાગરિક સહકારી શરાફી મંડળી લી. (કોમ્પ્યુટરાઈઝ્ડ) દહેગામ, જિ. ગાંધીનગરની એક વિશ્વસનીય સહકારી મંડળી છે. મંડળીની નોંધણી રજિ. નં. સે. ૨૮૯૮૩ તા. ૧૨-૬-૧૯૯૭ થી થયેલ છે અને સ્થાપના તા. ૩૦-૭-૧૯૯૮ ના રોજ થઈ.
અમારી ઓળખ
- ઓડિટ વર્ગ "અ"
- તા. ૧-૪-૨૦૦૦ થી સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ્ડ કામકાજ
- જી.ઈ.બી. લાઈટ બીલ કલેક્શન સેન્ટર
- ખાતેદારો માટે SMS બેલેન્સ સુવિધા
બેન્કર્સ
ધી અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો. ઓપરેટીવ બેન્ક લિ., દહેગામ અને બેન્ક ઓફ બરોડા, દહેગામ.
મંડળીની સેવાકીય પ્રવૃત્તિઓ
- મંડળી દ્વારા ૨૦૧૯ થી દહેગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જે બહેનો પ્રસૂતિ કરાવે છે તેમને ૧ કિલો ગોળ, ૧ કિલો મગ અને ૫૦૦ ગ્રામ ખજૂરની કિટ આપવામાં આવે છે. તા. ૩૧-૦૩-૨૦૨૫ સુધી ૬૫૧૦ પ્રસૂતિ બહેનોને કિટ વિતરણ કરેલ છે.
- મંડળી દ્વારા ૨૦૨૪-૨૫ માં ટી.બી. કિટનું વિતરણ કરવામાં આવેલ છે.
- મંડળી દ્વારા દર વર્ષે પાંજરાપોળમાં ઘાસચારો મોકલવામાં આવે છે.
- મંડળી દ્વારા દર વર્ષે ઉનાળામાં ઠંડા પાણીના જગ આમ જનતા માટે બજારમાં મૂકવામાં આવે છે.
- અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટનામાં પ્રભુ શરણ પામેલા દરેક જીવાત્માને શાંતિ અને સદ્ગતિની પ્રાપ્તિ થાય તે માટે શ્રદ્ધાંજલિ રૂપે મંડળી દ્વારા શાંતિ હવન કરવામાં આવેલ.