02716 230424 98243 63047 info@dehgamnagssmandaliltd.in રજિ. નં. સે. ૨૮૯૮૩ તા. ૧૨-૬-૧૯૯૭
ધી દહેગામ નાગરિક સહકારી શરાફી મંડળી લી. વિના સહકાર નહીં ઉદ્ધાર
તાજા સમાચાર

અમારા વિશે

ધી દહેગામ નાગરિક સહકારી શરાફી મંડળી લી. (કોમ્પ્યુટરાઈઝ્ડ) દહેગામ, જિ. ગાંધીનગરની એક વિશ્વસનીય સહકારી મંડળી છે. મંડળીની નોંધણી રજિ. નં. સે. ૨૮૯૮૩ તા. ૧૨-૬-૧૯૯૭ થી થયેલ છે અને સ્થાપના તા. ૩૦-૭-૧૯૯૮ ના રોજ થઈ.

અમારી ઓળખ

  • ઓડિટ વર્ગ "અ"
  • તા. ૧-૪-૨૦૦૦ થી સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ્ડ કામકાજ
  • જી.ઈ.બી. લાઈટ બીલ કલેક્શન સેન્ટર
  • ખાતેદારો માટે SMS બેલેન્સ સુવિધા

બેન્કર્સ

ધી અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો. ઓપરેટીવ બેન્ક લિ., દહેગામ અને બેન્ક ઓફ બરોડા, દહેગામ.

મંડળીની સેવાકીય પ્રવૃત્તિઓ

  • મંડળી દ્વારા ૨૦૧૯ થી દહેગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જે બહેનો પ્રસૂતિ કરાવે છે તેમને ૧ કિલો ગોળ, ૧ કિલો મગ અને ૫૦૦ ગ્રામ ખજૂરની કિટ આપવામાં આવે છે. તા. ૩૧-૦૩-૨૦૨૫ સુધી ૬૫૧૦ પ્રસૂતિ બહેનોને કિટ વિતરણ કરેલ છે.
  • મંડળી દ્વારા ૨૦૨૪-૨૫ માં ટી.બી. કિટનું વિતરણ કરવામાં આવેલ છે.
  • મંડળી દ્વારા દર વર્ષે પાંજરાપોળમાં ઘાસચારો મોકલવામાં આવે છે.
  • મંડળી દ્વારા દર વર્ષે ઉનાળામાં ઠંડા પાણીના જગ આમ જનતા માટે બજારમાં મૂકવામાં આવે છે.
  • અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટનામાં પ્રભુ શરણ પામેલા દરેક જીવાત્માને શાંતિ અને સદ્ગતિની પ્રાપ્તિ થાય તે માટે શ્રદ્ધાંજલિ રૂપે મંડળી દ્વારા શાંતિ હવન કરવામાં આવેલ.