સહકારથી સમૃદ્ધિ તરફ
સલામત થાપણ, આકર્ષક વ્યાજ અને સરળ ધિરાણ — દહેગામની આપની પોતાની મંડળી.


સ્થાપના : તા. ૩૦-૭-૧૯૯૮રજિ. નં. સે. ૨૮૯૮૩ તા. ૧૨-૬-૧૯૯૭
ધી દહેગામ નાગરિક સહકારી શરાફી મંડળી લી. સભાસદોના સાથ, સહકાર, પ્રેરણા અને અડગ વિશ્વાસથી ૨૮ વર્ષની યશસ્વી કારકિર્દી પૂર્ણ કરી ૨૯માં વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે.
બેંકિંગ વ્યવસાય લોક વિશ્વાસના પાતળા તંતુ ઉપર ચાલે છે. દહેગામની જનતામાં મંડળી માટે જે જબરદસ્ત વિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે તે જ અમારી સૌથી મોટી મૂડી છે.
| લોન પ્રકાર | વ્યાજ દર |
|---|---|
| મકાન - દુકાન મોર્ગેજ લોન | 10% |
| કાર લોન | 10% |
| એન.એસ.સી. / કે.વી.પી. સર્ટિફિકેટ ઉપર ધિરાણ | 12% |
| પર્સનલ લોન | 16% |
| મંડળીની એફ.ડી. ઉપર ધિરાણ (એફ.ડી. દર ઉપર) | +2% |
| દૈનિક રિકરિંગ ઉપર ધિરાણ | 10% |
દર ફેરફારને પાત્ર છે. ચોક્કસ વિગત માટે મંડળીનો સંપર્ક કરો.
આપ સૌના સાથ, સહકાર, પ્રેરણા અને અડગ વિશ્વાસથી આપણી મંડળી પોતાની યશસ્વી કારકિર્દી સાથે ૨૮ વર્ષ પૂરા કરી ૨૯માં વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે. જનતામાં મંડળી માટે જે જબરદસ્ત વિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે તે જ અમારી મોટી મૂડી છે.
એક જ છત નીચે સભાસદો માટે સુવિધાઓ
મંડળીમાં જ લાઈટ બીલના નાણાં સ્વીકારવાનું સેન્ટર — જાહેર જનતા માટે સુંદર સગવડ.
તમામ ખાતેદારોના ખાતામાં લેવડ-દેવડના બેલેન્સ મેસેજ.
મોબાઈલ દ્વારા દૈનિક બચતનું કલેક્શન — ટૂંક સમયમાં.
તા. ૧-૪-૨૦૦૦ થી ઝડપી અને પારદર્શક સેવા.
એન.એસ.સી. / કે.વી.પી. સર્ટિફિકેટ ઉપર ત્વરિત ધિરાણ.
સેવિંગ્સ ખાતું ખોલાવો, ડિવિડન્ડ આપના ખાતામાં જમા થશે.













નવું૨૯મી વાર્ષિક સાધારણ સભા — તા. ૨૯-૯-૨૦૨૬
મંડળીની ઓગણત્રીસમી વાર્ષિક સાધારણ સભા તા. ૨૯-૯-૨૦૨૬, મંગળવાર, સાંજે ૪:૦૦ કલાકે મહાસુખલાલ નાથાજીભાઈની વાડી, પેટ્રોલ પંપની સામે, દહેગામ ખાતે મળશે. સમયસર…
23સપ્ટે
નવુંડિવિડન્ડ ચુકવણી તા. ૫-૧૦-૨૦૨૬ થી
દરેક સભાસદ પોતાનું ડિવિડન્ડ તા. ૦૫-૧૦-૨૦૨૬ થી મેળવી શકશે. જે સભાસદોએ સને ૨૦૨૩-૨૦૨૪, ૨૦૨૪-૨૦૨૫ અને ૨૦૨૫-૨૦૨૬ નું ડિવિડન્ડ ન લીધું હોય તેઓએ તાત્કાલિક મે…
23સપ્ટે
મકાન-દુકાન મોર્ગેજ લોન અને કાર લોન ફક્ત ૧૦% વ્યાજે
મકાન-દુકાન મોર્ગેજ લોન અને કાર લોન ૧૦% દરે, તથા એન.એસ.સી./કે.વી.પી. ઉપર ૧૨% દરે ત્વરિત ધિરાણ.
લોનનો હપ્તો અને થાપણની પાકતી રકમ તરત જાણો
આ ગણતરી અંદાજિત છે. ચોક્કસ વિગત માટે મંડળીનો સંપર્ક કરો.
દહેગામ, જિ. ગાંધીનગરની સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ્ડ સહકારી શરાફી મંડળી છે. રજિ. નં. સે. ૨૮૯૮૩ તા. ૧૨-૬-૧૯૯૭ થી નોંધાયેલ, તા. ૩૦-૭-૧૯૯૮ થી કાર્યરત અને ઓડિટ વર્ગ "અ" ધરાવે છે.
સિદ્ધિ વિનાયક કોમ્પ્લેક્ષ, પહેલો માળ, સરદાર શોપીંગ સેન્ટરની બાજુમાં, દહેગામ, જિ. ગાંધીનગર – ૩૮૨૩૦૫. ફોન: 02716 230424, મોબાઈલ: 98243 63047.
બચત ખાતું (SMS એલર્ટ સાથે), ફિક્સ ડિપોઝિટ, રિકરિંગ ડિપોઝિટ અને શિવમ સર્ટિફિકેટ ડબલ યોજના, જેમાં ૧૨૦ માસે રકમ ડબલ થાય છે (રૂ. ૧,૦૦૦ ના રૂ. ૨,૦૦૦).
મકાન-દુકાન મોર્ગેજ લોન, કાર લોન, પર્સનલ લોન, એન.એસ.સી. / કે.વી.પી. સર્ટિફિકેટ લોન, મંડળીની એફ.ડી. ઉપર ધિરાણ અને દૈનિક રિકરિંગ ઉપર ધિરાણ. હાલના દર "વ્યાજ દર" પાનાં પર જુઓ.
પાસપોર્ટ સાઈઝના ૨ ફોટા અને ઓળખ તથા સરનામાનો પુરાવો — જેમ કે પાનકાર્ડ, આધારકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, લાઈટ બીલ કે ટેલિફોન બીલ — મંડળીની ઓફિસમાં આપવાના રહેશે.
ડિવિડન્ડ સભાસદના મંડળીના સેવિંગ્સ ખાતામાં સીધું જમા થાય છે, તેથી દરેક સભાસદને સેવિંગ્સ ખાતું ખોલાવવા વિનંતી છે.
થાપણ, ધિરાણ કે કોઈ પણ માહિતી માટે અમારો સંપર્ક કરો.